લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / નડિયાદ તાલુકામાં બે ઇંચ વરસાદ સાથે જિલ્લાના કઠલાલ અને ઠાસરા વિસ્તારમાં મેઘમહેર થઈ

સમગ્ર જિલ્લામાં એકદંરે સારો વરસાદ વરસ્યો હતો. જેમાં આ વર્ષે ચોમાસામાં અત્યારસુધી 50 ટકા વરસાદની ઘટ છે. ત્યારે વર્ષાની રાહ જોઈ રહેલા જિલ્લાવાસીઓ પર અમીવર્ષા થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ 49 મીમી નડિયાદ તાલુકામાં પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો 3 મીમી ઠાસરા તાલુકામાં નોંધાયો છે. આમ આ વર્ષે અત્યારસુધી 52 ટકા વરસાદ નોંધાયો છે. આમ નડિયાદ સહિતના જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. નડિયાદમાં અત્યારસુધી સિઝનનો 70 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે.