લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ખેડા જિલ્લામાં રૂ.175 કરોડના ખર્ચે વિકાસ કામો કરવામા આવશે

ખેડા જિલ્લાને 15માં નાણાપંચના રૂ.175 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી વિકાસના કામો હાથ ધરવા માટે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં 520 ગામોમાં આ કામો કરવામાં આવશે. જિલ્લા પંચાયતને 10 ટકા લેખે તાલુકા પંચાયતને 20 ટકા લેખે જયારે ગ્રાપંચાયતોને 70 ટકા લેખે આ ગ્રાન્ટ મળશે. ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને સભાખંડમા સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામા 15માં નાણાપંચના વિકાસના કામો નકકી કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથે ખેડા જિલ્લામાં આવેલા બે આરોગ્ય કેન્દ્રો જે જર્જરિત થઇ ગયા છે તે મકાનોને તોડી પાડવા માટેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.