લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ખોડલધામ પાટોત્સવ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે

દેશ-વિદેશના કરોડો પાટીદારોની શ્રધ્ધા અને આસ્થાના પ્રતિકસમા ખોડલધામનો આગામી તા.21 જાન્યુઆરીના રોજ યોજાનાર પંચવર્ષિય પાટોત્સવ કોરોનાની મહામારીને લક્ષમાં લઇ વર્ચ્યુઅલી આયોજીત કરવાનો નિર્ણય ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ ભવન રાજકોટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે વિધિવત જાહેરાત કરી હતી.ખોડલધામ ખાતે માઁ ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને 2017માં કરવામાં આવી હતી. જેને આગામી તા.21 જાન્યુઆરીના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઇ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી તા.21 જાન્યુઆરીના પંચવર્ષિય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.આ અંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે સરદાર પટેલ ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે માઁ ખોડલના પંચવર્ષિય પાટોત્સવમાં સવારના 6 થી 9 કલાક દરમિયાન 108 કુંડીયજ્ઞ,9 થી 10 કલાક દરમિયાન ધ્વજારોહણ અને માઁ ખોડલની આરતી યોજાશે. જ્યારે 10 થી 11-30 કલાક દરમિયાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે મોકૂફ રાખવામાં આવેલ છે.