લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કલકત્તા હાઇકોર્ટે શિક્ષકોની ભરતી રદ કરી

પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં કલકત્તા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.જેમાં કલકત્તા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અભિજીત ગાંગુલીની ખંડપીઠે વર્ષ 2016માં કરવામાં આવેલી 36,૦૦૦ જેટલી શિક્ષકોની ભરતી રદ કરવાનો આદેશ આપ્યો છે.જે અંગે ઇન્ટરવ્યુ આપનારા ઉમેદવારોએ જણાવ્યું હતું કે ભરતી પરીક્ષામાં એપ્ટિટયુટ ટેસ્ટ લેવામાં આવ્યા નહતા.ત્યારે બોર્ડ ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતીની વ્યવસ્થા કરશે.આ સિવાય કોર્ટે જણાવ્યુ હતું છે કે આગામી 3 મહિનાની અંદર નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ.આ ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરાવવામાં આવશે.આમ વર્ષ 2014માં ટીઇટી પરીક્ષાના આધારે 42,500 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.જે શિક્ષકોની ભરતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ તેઓ અપ્રશિક્ષિત શિક્ષકો હતાં.