લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકામાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી.એક મહિનામાં બે ચિતાઓના મૃત્યુને લઈને ચિંતા જોવા મળી રહી છે.આ નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે,જેમાંથી 487 ચોરસ કિલોમીટર બફર ઝોનમાં આવે છે.જેમા ચિત્તાને તેના હલનચલન માટે લગભગ 100 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે.કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલા ચિતાઓ માટે પૂરતી જગ્યા નથી.કુનો નેશનલ પાર્કમાં ખેતીનો ભાગ,જંગલી રહેઠાણ અને વિસ્તારની અંદર રહેતા અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે.આ સિવાય તેઓએ એ પણ સૂચવ્યુ છે કે મેટાપોપ્યુલેશન તરીકે સંચાલિત બહુવિધ વસ્તી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે,જ્યાં પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે.