લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કચ્છ અને અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ થયો

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી.ત્યારે તેના પ્રમાણે આજ સવારથી રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.ત્યારે આ સાથે બનાસકાંઠામાં ગાજવીજ તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.આ ઉપરાંત કચ્છ,અંબાજી,ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.જયારે કેટલાક વિસ્તારોમા તો વરસાદ સાથે કરા પડ્યા હતા.આમ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેમા ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે.ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે ભરઉનાળે અષાઢ જેવો માહોલ જોવા મળ્યો હતો.જેમાં અનેક વાહનચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી હતી.