લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કચ્છમાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા

કચ્છમાં સતત એક સપ્તાહથી શરૂ થયેલો કમોસમી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે.જેના કારણે માર્ગો પર પાણી વહેતા નજરે પડી રહ્યા છે.વરસાદી માહોલમાં સૂર્યદેવ ઓઝલ બનતા પડતર પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.બીજીતરફ કમોસમી વરસાદથી બિમારીનું પ્રમાણ પણ ખૂબ વધી જવા પામ્યુ છે, ત્યારે મૌસમી બીમારીને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ આગોતરી કામગીરી શરૂ કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે.જેમા ભુજ,મુન્દ્રા અને માંડવી તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે જમીન ભીની થઇ હતી.