લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કચ્છમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

કચ્છમા 7 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે કમોસમી વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું.જેના કારણે કેરી,દાડમ સહિતના બાગાયતી પાકો સાથે રવિ પાકથી ઉપજ મેળવેલા રાયડો,જીરૂ,ઇશબગુલ સહિતના પાકમાં વ્યાપકપણે નુકશાની થતા ખેડૂતોના હાલ બેહાલ થવા પામ્યા હતા.ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ જવા પામી છે.