લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા

ગુજરાત રાજ્યની સાથે કચ્છમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જેવા મળી રહી છે.ત્યારે જિલ્લાના લખપત તાલુકાના ફુલરા,પાંધ્રો અને વર્માનગરમાં ગાજવીજ અને પવન સાથે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.જેના પગલે ગ્રામ્ય માર્ગો પાણીદાર બન્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.માવઠાંથી આ વિસ્તારના ખેડૂતોને ઘઉં,એરંડા અને ઇશબગુલ સહિતના પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.