લક્ષદ્વીપના એનસીપી નેતા મોહમ્મદ ફૈઝલને વર્તમાનમાં રાહત મળી છે.જેમાં લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે.11 જાન્યુઆરીના રોજ સ્થાનિક કોર્ટે લક્ષદ્વીપના સાંસદ પી.પી મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.ત્યારપછી લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ લોકસભા સચિવાલય દ્વારા તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી.ત્યારબાદ ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.આમ લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ જોગવાઈ છે કે જો કોઈ સાંસદ તેમજ ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે.આમ આ જ કાયદા હેઠળ સુરત કોર્ટ દ્વારા બદનક્ષીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.જેમાં મોહમ્મદ ફૈઝલે નીચલી કોર્ટના નિર્ણયને કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.ત્યારે હાઈકોર્ટ દ્વારા તેમની સજાને રદ કરવામાં આવી હતી.હાઈકોર્ટના નિર્ણય બાદ પેટાચૂંટણી પણ રદ્દ કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણય પછી, મોહમ્મદ ફૈઝલે લોકસભા સચિવાલયને તેમની સંસદીયતા પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી હતી.ત્યારે લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved