સ્વર કોકિલા અને ભારતરત્ન 92 વર્ષની લતા મંગેશકરની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે.આમ છેલ્લા 27 દિવસથી તેઓ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ આજે ફરી એકવાર લતા દીની તબિયત બગડી છે.ત્યારે તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.આમ કોરોના અને નિમોનિયાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડોક્ટર અને તેમની ટીમ સતત લતાદીના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખી રહ્યા છે.એકવાર ફરી લતાદીની તબિયત બગડી તો તેમને તાત્કાલિક ડોક્ટર્સે વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા.જ્યાં ડોક્ટર્સની એક ટીમ 24 કલાક તેમની સારવાર માટે હોસ્પિટલમાં હાજર છે.આમ 6-7 દિવસ પહેલા જ વેન્ટિલેટર સપોર્ટથી તેમને હટાવાયા હતા.આમ બોલીવુડના દિગ્ગજ ગાયક એવા લતા મંગેશકરને 6-7 દિવસ પહેલા જ ડોક્ટર્સે વેન્ટિલેટર સપોર્ટથી હટાવ્યા હતા.ત્યારે ડોક્ટરે જણાવ્યુ હતું કે તેમના સ્વાસ્થ્યમાં સુધાર છે,તેથી તેમને વેન્ટિલેટર સપોર્ટથી હટાવાયા છે,પરંતુ તેઓ આઈસીયુમાં મેડિકલ ઓબ્ઝર્વેશનમાં છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved