લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો

સ્વરકોકિલા અને ભારતરત્ન લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી,2022ના રોજ અવસાન થયું છે.આમ લતા મંગેશકર 28 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને ત્યારબાદ તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ત્યારે કેન્દ્ર સરકારે લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.આ સિવાય રવિવારે સાંજના સમયે શિવાજી પાર્ક ખાતે લતા મંગેશકરના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.તેમજ રવિવાર બપોરે 12:00 વાગ્યા થી 03:00 વાગ્યા સુધી લતા મંગેશકરના પાર્થિવ શરીરને તેમના પેડર રોડ સ્થિત આવાસ પ્રભુ કુંજમાં રાખવામાં આવશે.ત્યારબાદ સાંજે 04:30 કલાકે પાર્થિવ શરીરને શિવાજી પાર્ક લઈ જવામાં આવશે.જ્યાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.કેન્દ્ર સરકારે લતા મંગેશકરના અવસાન પર 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમને સન્માન આપવા માટે રાષ્ટ્રીય ધ્વજને 2 દિવસ સુધી અડધી કાઠીએ રાખવામાં આવશે.