લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાના ટ્રાફિક પોલ પર એલ.ઇ.ડી ઇલ્યુમિનેટની પ્રક્રિયા કરાશે

વડોદરાના મુખ્ય ટ્રાફિક સિગ્નલોની સાથે થાંભલાની પણ લાલ-લીલી લાઈટ થાય અને દરેક વાહનચાલક જોઈ શકે તે માટે પ્રાયોગિક ધોરણે અકોટા વિસ્તારમાં ટ્રાફિક પોલ પર એલ.ઇ.ડી ઇલ્યુમિનેટની પ્રક્રિયા કરવામાં આવી છે.જેમા ટ્રાફિક સિગ્નલોની આસપાસ કેટલી જગ્યાએ વૃક્ષો ઉગી ગયા છે તેને કારણે કે પછી વધુ પડતા ટ્રાફિકને લીધે દરેક વાહનચાલક ટ્રાફિક સિગ્નલને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી.ત્યારે આ બાબતને ધ્યાનમા રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા ટ્રાફિક સિગ્નલની સાથે થાંભલા પર એલઇડી લાઇટ લગાડવામાં આવી છે જેથી ટ્રાફિક સિગ્નલની સાથે સાથે થાંભલાની પણ લાઈટમાં ફેરફાર થશે જેથી વાહનચાલકો સ્પષ્ટ રીતે નિહાળી શકશે તેવું આયોજન શરૂ કરાયુ છે.