લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ઉતર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરાઇ

દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન વચ્ચે આજથી અગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 28 થી 30 મે સુધી ઉત્તર ગુજરાતનાં છુટાછવાયાં વિસ્તારોમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલો મીટરની ઝડપે ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં 28 મેના રોજ મહેસાણા,પાટણ,બનાસ કાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં,જ્યારે 29 મેના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30મી મેના રોજ બનાસકાંઠા જિલ્લાના છુટાછવાયાં વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.આ સિવાય ત્રણ દિવસ દરમિયાન વરસાદ સાથે 29 મે થી 1 જૂન સુધીમાં 2 થી 3 ડિ ગ્રી ગરમી વધવાની શક્યતા જોવા મળી રહી છે.