લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / લિયોનેલ મેસ્સીને ક્લબે આગામી બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો

વિશ્વના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને તેની ક્લબ પી.એસ.જીએ તેને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધો છે.જેમાં તેના પર પરવાનગી વગર સાઉદી અરેબિયા જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આમ જ્યા સુધી સસ્પેન્શન રહેશે ત્યા સુધી મેસ્સીને તાલીમ લેવાની પણ મંજૂરી આપવામાં આવશે નહી.આ ઉપરાંત ન તો તે રમી શકશે અને ન તો તેને આ સમયગાળા દરમિયાન પગાર આપવામાં આવશે.પી.એસ.જી સાથે મેસ્સીનો કરાર આ સિઝનમાં સમાપ્ત થઈ રહ્યો છે.આ સ્થિતિમાં આ સસ્પેન્શનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે મેસ્સી પી.એસ.જી છોડી પણ શકે છે.આમ વર્તમાનમાં મેસ્સી તેની પત્ની એન્ટોનેલા અને બાળકો સાથે સાઉદી અરેબિયાના પ્રવાસે છે.આમ પી.એસ.જીની ટીમમાં વિશ્વના ઘણા મોટા ખેલાડીઓ સામેલ છે.જેમાં મેસ્સી ઉપરાંત ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમબાપ્પે,બ્રાઝિલના નેમાર જુનિયર અને સ્પેનના ભૂતપૂર્વ કેપ્ટન સર્જિયો રામોસ છે.