ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.ત્યારે તેને લઈ કમલમ કાર્યાલયના સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આ પાંચ સભ્યોની કમિટી વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને કાર્યકરોને સક્રિય કરી ભાજપને મુજબૂત કરવાનું કામ કરશે.જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રકાંત દવે,સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ,વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ,સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved