લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લોકસભાની ચૂંટણી બાદ નવા સીમાંકનમાં ગુજરાતમાં બેઠકો વધવાની સંભાવના જોવા મળી

દેશમાં લોકસભાની ચૂંટણીની રાજકિય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી.ત્યારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પછી ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાના નવા સીમાંકન આયોગની રચના કરાશે,જે સીમાંકનના આધારે લોકસભા તેમજ રાજયસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે.જે નવા સીમાંકનમાં ગુજરાત વિધાનસભાની બેઠકો વધીને 182 થી 230ને પાર જ્યારે લોકસભાની બેઠકો વધીને 800 સુધી થઈ શકે છે.આમ ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી યોજાઈ તે પહેલા દેશના તમામ રાજયોમાં વિધાનસભાની બેઠકોનું નવુ સીમાંકન હાથ ધરવામાં આવશે,જે સીમાંકનની મુદ્દત વર્ષ 2027માં પૂર્ણ થવાની છે.ત્યારે તેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવા સીમાંકન લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવશે