લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એમ.કે. ભાવનગર યુનિવર્સિટીનુ વર્ષ 2023-24નુ અંદાજપત્ર મંજૂર કરાયુ

એમ.કે.ભાવનગર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ કરાયું હતું.જેમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટે રૂા.21,278.38 લાખની જોગવાઈઓ કરવામા આવી છે.રાજય સરકાર તરફથી અંદાજવામાં આવેલી ગ્રાંટ પૈકી શૈક્ષણિક વિસ્તરણ સેવાઓ તેમજ અન્ય શૈક્ષણિક કાર્યક્રમો માટે રૂા.55 લાખ,અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન માટે રૂા.307.11 લાખ,એન.એસ.એસ.યોજના પેટે રૂા.65.25 લાખ,યુ.જી.સી મધ્યસ્થ સરકાર અને અન્ય ફડીગ એજન્સીઓ તરફથી વિવિધ રીસર્ચ પ્રોજેકટ તથા યોજનાઓ હેઠળ રૂા.54.50 લાખ દર્શાવવામા આવ્યા છે.