લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓના આંદોલન સામે સત્તાધીશોની લાલ આંખ જોવા મળી

એમ.એસ.યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓએ કાયમી કરવા સહિતની માંગણીઓને લઈને આગામી 27 એપ્રિલથી ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ આંદોલન શરૂ થાય તે પહેલા તેને પૂર્ણ કરવાની નીતિ અપનાવી છે.જે અંગે યુનિવર્સિટી રજિસ્ટ્રારે હંગામી કર્મચારીઓને પત્ર પાઠવીને કહ્યુ છે કે આગામી 27એ ધરણા સહિતના કાર્યક્રમ માટે યુનિવર્સિટીએ મંજૂરી આપી નથી એટલે યુનિવર્સિટીના વહિવટીતંત્રને ખોરવી નાંખવાનો પ્રયાસ કોઈ કર્મચારીએ કરવો નહીં અને રાબેતા મજુબ પોતાની ફરજ બજાવવી.કર્મચારીઓના પગાર વધારવાની માંગણી યુનિવર્સિટીએ હકારાત્મક વલણ અપનાવીને સ્વીકારી લીધી હતી અને કર્મચારીઓના પગારમાં વધારો પણ કરી દેવામાં આવ્યો છે.ત્યારે જો કોઈ કર્મચારી દેખાવો કરીને યુનિવર્સિટીના વહિવટીતંત્રની કામગીરી ઠપ કરવાનો પ્રયાસ કરશે તો તે ગેરકાયેસર ગણાશે.