માધવપુર ઘેડ ખાતે આજથી આગામી પાંચ દિવસ લોકમેળાનું મુખ્યમંત્રીના વરદહસ્તે કેબીનેટ મંત્રી તેમજ ગૃહમંત્રી સહિતનાની ઉપસ્થિતિમાં સાંજે 6 કલાકે ઉદઘાટન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.આમ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે રામનવમીના દિનથી પાંચ દિવસીય લોકમેળો ખુલ્લો મુકાશે.જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.જેમાં બે પ્રદેશની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.જે ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજજૂ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,મંત્રી મુળુભાઇ બેરા,કનુભાઇ દેસાઇ,કુંવરજીભાઇ બાવળીયા,મેઘાલય ટુરીઝમ આર્ટ એન્ડ કલ્ચર વિભાગના મંત્રી પોલ લિંગડોહ,રાજયમંત્રી ભીખુસિંહજી પરમાર,સાંસદ રમેશભાઇ ધડુક,ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જે મેળામાં ઉતર-પૂર્વીય રાજયના કલાકારો તથા ગુજરાતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.આ ઉપરાંત નોર્થ ઇસ્ટ સહિત ગુજરાતના રમતવીરો દરિયાઇ રમતો તેમજ વિવિધ રમતોમાં ભાગ લેશે.જેમા દોડ,ફુટબોલ,જુડો,ટેકવેન્ડો,હેન્ડબોલ સહિતની રમતો યોજાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved