બી.આર ચોપડાની સીરિયલ મહાભારતમાં ભીમનુ પાત્ર નિભાવનાર અભિનેતા પ્રવીણકુમાર સોબતીનુ નિધન થઈ ગયુ છે.પ્રવીણ કુમારે 74 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે.પ્રવીણ કુમાર સોબતીનુ નિધન દિલ્હીમાં થયુ છે તેમના અંતિમ સંસ્કાર આજે પંજાબી બાગ સ્થિત સ્મશાન ઘાટ પર કરવામાં આવશે.પ્રવીણ કુમાર સોબતીએ એક્ટિંગ જ નહિ પરંતુ રમતની દુનિયામાં પણ ખૂબ નામ કમાયું હતું.પંજાબ સાથે જોડાયેલા પ્રવીણકુમારે બોલીવુડની ઘણી ફિલ્મોમાં મુખ્ય રોલ ભજવેલ હતો.ફિલ્મોમાં અવારનવાર તેઓ વિલનની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યા હતા.આમ ખેલથી લઈને એક્ટિંગના ક્ષેત્રમાં પ્રવીણકુમારે હંમેશા પોતાનું 100 ટકા આપવાની કોશિશ કરી હતી તેમજ દરેકવાર તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી.આમ પોતાના કદ કાઠીને કારણે પ્રવીણ કુમાર સોબતી લોકો વચ્ચે પ્રસિદ્ધ હતા તથા મહાભારત માટે ભીમના રોલમાં તેમણે એ પ્રકારે જીવ ફૂંક્યો હતો કે લોકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા.આમ નિધન પહેલા પ્રવીણ કુમાર સોબતી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તથા લાંબાસમયથી તેઓ બીમાર પણ હતા.એક્ટિંગમાં આવતા પહેલા પ્રવીણ કુમાર સોબતી એથલીટ હતા.તેમણે એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કર્યું હતું.આ સિવાય તેમને અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved