લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહંત કનકબિહારી દાસનું માર્ગ અકસ્માતમાં નિધન થયું

રઘુવંશી સમાજના મહંત કનકબિહારી દાસ મહારાજનું નરસિંહપુર નજીક માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયુ છે.જેઓ બર્મન થી છિંદવાડા પરત ફરી રહ્યા હતા તે સમયે બાઈક સવારને બચાવવાના ચક્કરમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.ત્યારે આ અકસ્માતમાં મહારાજ સહિત 2 લોકોના મોત થઈ ગયા છે.ત્યારે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મહંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.મહંત કનકબિહારી દાસ મહારાજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામમંદિર નિર્માણ માટે રૂ.1 કરોડથી વધુ રકમ આપીને ચર્ચામાં આવ્યા હતા.રઘુવંશ શિરોમણી 1008 તરીકે ઓળખાતા કનકબિહારી દાસ મહારાજને રઘુવંશી સમુદાયના રાષ્ટ્રીય સંત તરીકે પણ ઓળખવામાં આવતા હતા.મહારાજનો આશ્રમ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા સ્થિત નોનીમાં હતું.