લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્ર રાજ્યમા છેલ્લા પાંચ વર્ષમાં વાઘની સંખ્યા વધવા પામી

મહારાષ્ટ્રમાં વાઘની વસતિ વધી રહી છે.જેમાં ફોરેસ્ટ વિભાગના ડેટા મુજબ વર્ષ 2018માં રાજ્યમાં 287 વાઘ હતા,જેની સરખામણીમાં વર્તમાનમાં તેમની સંખ્યા વધીને 350 થઈ ગઈ છે.આમ 50 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લોન્ચ કરેલા પ્રોજેક્ટને સારી એવી સફળતા મળી છે.ત્યારે તેના કારણે ભારતમાંથી ટાઈગરને નામશેષ થવામાંથી બચાવી શકાયા છે.જેમા દોઢસો વર્ષ પહેલાં ભારતમાં 40,૦૦૦થી વધુ વાઘ હતા પરંતુ ઇસ.1971માં સમગ્ર દેશમાં 1750 વાઘ બચ્યા હતા.ત્યારે વર્તમાનમા વાઘની વસતિ સરેરાશ 10 થી 12 ટકાના દરે વધી રહી છે.