મહારાષ્ટ્રના હવામાનમા તોફાની ફેરફાર થઇ રહ્યા છે.ત્યારે સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા લાંબાસમયથી મેઘગર્જના,વીજળીના કડાકા અને તોફાની પવન સાથે કમોસમી વર્ષા થઈ રહી છે.જેમાં વારંવાર થતા માવઠાથી ખેતીના પાકોને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે.આ સાથે ઢોર તથા રહેઠાણોને પણ નુકસાન થયુ છે.તેવા સમયે હવામાન ખાતાએ આવતા ત્રણ-ચાર દિવસ દરમ્યાન મહારાષ્ટ્રના 26 જિલ્લામાં ગાજવીજ,તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાયો તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યા છે.હાલ માલદીવથી અરબી સમુદ્રના અગ્નિ હિસ્સાથી અને કર્ણાટકના સમુદ્રકાંઠાથી લઇને મહારાષ્ટ્ર સુધી હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો સર્જાયો છે.જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસર જોવા મળી રહી છે.ત્યારે આવાં તોફાની કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ત્રણ-ચાર દિવસ રાજ્યના મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા,વિદર્ભમાં ગાજવીજ,તોફાની પવન સાથે કમોસમી વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઈ રહ્યા છે.બીજીબાજુ રાજ્યના શિર્ડી, લાતુર અને સંભાજીનગર સહિતના સ્થળોએ ગાજવીજ,પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયુ છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved