લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં સાડા સાત હજાર દર્દીઓએ કોરોનાને માત આપી

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો છેલ્લાં કેટલાક સમયથી ઓછાં થઈ રહ્યાં છે.ત્યારે રાજ્યમાં આજે 10,442 નવા કેસો નોંધાયા છે.જેની સામે 7504 દર્દીઓ સાજાં થઈને ઘરે ગયાં છે.ત્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 59,08,992 દર્દીઓ કોરોનાગ્રસ્ત નોંધાયા હતાં.જેમાંના 56,39,271 દર્દીઓ સાજાં થઈને ઘરે પરત ફર્યાં છે.ત્યારે રાજ્યનો રીકવરી રેટ 95.44 ટકા જેટલો થયો છે.જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 483 કોરોનાગ્રસ્તોનો ભોગ લેવાયો છે.ત્યારે વર્તમાન સમયમાં રાજ્યનો મૃત્યુદર 1.88 ટકા જેટલો છે.