કોરોના સંકટ વચ્ચે મ્યુકર માઈકોસીસ નામની બીમારી ઉભી રહી છે.જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ગંભીર સ્વરૂપ સામે આવી રહ્યું છે.આ દરમિયાન મહારાષ્ટ્રમાં આ રોગનો કહેર વધુ જોવા મળી રહ્યો છે.ત્યારે અત્યારસુધીમાં 90 દર્દીઓના મોત નિપજ્યા છે.આમ મહારાષ્ટ્રના પૂણેમાં 270થી વધુ દર્દીઓ નોંધાયા છે.જ્યારે ગુજરાતના સુરતમાં 8 દર્દીઓએ મ્યુકરને કારણે દૃષ્ટિ ગુમાવી છે,જ્યારે 40 દર્દીઓની આંખની રોશની ચાલી ગઈ છે.ત્યારે રાજસ્થાન સરકારે મ્યુકર માઈકોસિસના ખતરાને ધ્યાનમાં રાખી તેને મહામારી જાહેર કરી છે. આમ રાજસ્થાનમાં મ્યુકરના 100થી વધુ દર્દીઓ સારવારમાં છે.
જ્યારે મધ્યપ્રદેશમા મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો થયો છે અને રાજ્યમાં તેની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઈન્જેક્શનની માંગ વધી છે.આમ રાજ્યમાં બ્લેક ફંગસના 300થી વધુ દર્દીઓ મળી ચૂક્યા છે.જે પૈકીનાં સૌથી વધુ દર્દીઓ ઈન્દોર અને ભોપાલમાં છે.આ સિવાય દિલ્હી,હરિયાણા,કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં મ્યુકરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાં કર્ણાટકના બેંગ્લોરમાં 15 દિવસમાં 75 કેસ મળ્યા છે,જ્યારે મૈસુરમાં 6 કેસ મળ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved