લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજે મહારાષ્ટ્ર બોર્ડનું ધો.12નું પરિણામ જાહેર કરાશે

મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12ની પરીક્ષાના પરિણામની પ્રતિક્ષા પૂરી થઇ છે.ત્યારે 25મી મેના રોજ બપોરે 2 વાગ્યે ધો.12નું બોર્ડનું પરિણામ ઓનલાઇન વેબસાઇટ પર જાહેર થશે.આમ ફેબુ્આરી-માર્ચ દરમ્યાન લેવાયેલી બોર્ડની ધો.12ની પરીક્ષામાં 14,57,293 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં રાજ્યના નવ વિભાગનું પરિણામ એકસાથે જાહેર થશે.મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા દસમા-બારમાની પરીક્ષા આ વર્ષે રેગ્યુલર ધોરણે ઓફલાઇન થઇ હતી.આમ પરિણામ જાહેર થયા બાદ આગામી 26મી મેથી 5મી જૂન સુધી વિદ્યાર્થીઓ માર્ક વેરિફિકેશન માટે વેબસાઇટ પર અરજી કરી શકશે.આ સિવાય આન્સરશીટની ફોટોકોપી માટે આગામી 26મી મેથી 14 જૂન દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાશે.