Error: Server configuration issue
મહારાષ્ટ્ર બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ ખાનગી રીતે આપતાં હોય છે. તે માટે વિદ્યાર્થીઓએ ફોર્મ નં 17 ભરવાનું રહે છે. ત્યારે આ ફોર્મ વિદ્યાર્થીઓ આગામી 16 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમ્યાન ભરી શકશે. જેમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન સ્વીકારવામાં આવશે. આ સમય દરમ્યાન વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ફી ભરવાની રહેશે. ત્યારબાદ મૂળ દસ્તાવેજ આગામી 14 ઓક્ટોબર સુધીમાં સંપર્ક કેન્દ્ર શાળામાં જમા કરવાના રહેશે. તેમજ કોઈ ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેમાં ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ,પાસપોર્ટ સાઈઝ ફોટો સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved