સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં શિંદે અને ફડણવીસ સરકારને જીવતદાન મળ્યું છે.ત્યારે પ્રધાનમંડળના વિસ્તરણને લીલીઝંડી મળી ગઈ છે.આથી આવતાં અઠવાડિયે રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી છે.બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રધાનમંડળને વિસ્તરણ કરવાની સ્વીકૃતિ આપી દીધી છે.પ્રધાનમંડળના વિસ્તરણમાં 21 પ્રધાનનો સમાવેશ હશે.જેમાં શિવસેનાના લગભગ 8 ધારાસભ્યને પ્રધાન પદ મળશે.જ્યારે અપક્ષના 2 ધારાસભ્યને પ્રધાન પદ મળશે. જ્યારે બાકી ભાજપમાંથી પ્રધાન હશે.શિંદે ગુ્પમાંથી પ્રધાનમંડળમાં તક મળે તેવી શક્યતામાં ભરત ગોગવલે,સંજય શિરસાટ,પ્રતાપ સરનાઈક,સદા સરવણકર,યામિની જાધવ,અનિલ બાબર,ચિમન અબા પાટીલ અને બચુ કડુનો સમાવેશ થાય છે.આમ બે દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણના સંકેત આપ્યા હતા.ગત 30 જૂન 2022ના રોજ એકનાથ શિંદે મુખ્યપ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન તરીકે રાજભવનમાં શપથ લીધા હતા.ત્યારબાદ ગત વર્ષે ઓગસ્ટમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું હતું.જેમાં 9 શિંદે ગુ્પ અને 9 ભાજપના ધારાસભ્યો એમ 18 પ્રધાનોનું પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનનો સમાવેશ થયો હતો.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved