મહારાષ્ટ્રના કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ ધાનોરકરનું આજે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.ધાનોરકરનું 48 વર્ષની વયે અવસાન થયું છે.ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના કેટલાક અન્ય નેતાઓએ મહારાષ્ટ્રના લોકસભાના સાંસદ સુરે શ નારાયણ ધાનોરકર ઉર્ફે બાલુભાઈ ધાનોરકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.જે અંગે ખડગેએ ટ્વીટ કર્યું હતું કે સુરેશ નારાયણ ધાનોકરના અકાળે અવસાન વિશે સાંભળીને અત્યંત દુ:ખ થયું.તેઓ એક જમીનથી જોડાયેલા નેતા છે.તેમણે ધાનોરકરના પરિવાર,તેમ ના મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.આ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ટ્વિટ કર્યું હતુ કે બાલુભાઈ ધાનોરકર બે દિવસમાં બીમાર થયા તેમની સ્થિતિ નાજુક બની અને પછી તેમનું નિધન અકલ્પનીય છે.તેઓ એક કાર્યક્ષમ,મહેનતુ અને સંવે દનશીલ નેતા હતા.જે મારા માટે વ્યક્તિગત મોટી ખામી છે.હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.આ સિવાય પાર્ટીના અન્ય કેટલાક નેતા ઓએ પણ કોંગ્રેસના સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved