લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા આગામી 10-13 સપ્ટેમ્બર દરમિયાન મેઘરાજાનું તોફાન થવાની આગાહી કરાઇ

હવામાન ખાતાએ મહારાષ્ટ્રમા આગામી 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં હોવાનું જણાવ્યુ છે. 13 સપ્ટેમ્બરે મુંબઇમાં ભારે વરસાદ(યલો એલર્ટ) વરસે તેવાં પરિબળો છે. જ્યારે થાણે અને પાલઘરમાં 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન મુશળધાર વર્ષા(યલો એલર્ટ) થવાની સંભાવના છે. આ સિવાય રાજ્યના કોલાબામાં છેલ્લા 24 કલાક દરમિયાન 24.8 મિલિમીટર અને સાંતાક્રૂઝમાં 18.3 મિલિમીટર વરસાદ નોધાયો છે. વર્તમાનમાં નૈઋત્યનું ચોમાસુ ઉત્તર કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર,ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમા સક્રિય બન્યું છે. આ સાથે અરબી સમુદ્ર પરના આકાશમાં 3.1 થી 5.8 કિમીના અંતરે બે વિરુદ્ધ દિશાના પવનોની ટક્કર થઇ રહી છે. જેના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમા હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાયું છે. આમ બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી 10 થી 13 સપ્ટેમ્બરના ચાર દિવસ દરમિયાન રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગમાં ભારે વર્ષા(યલો એલર્ટ),મધ્ય મહારાષ્ટ્ર (ધુળે, નંદુરબાર, નાશિક, પુણે, સતારા, સાંગલી, કોલ્હાપુર)માં મુશળધાર વરસાદ (યલો એલર્ટ) અને મરાઠવાડા (પરભણી, હિંગોળી, નાંદેડ)મા તોફાની વર્ષા (યલો એલર્ટ) થવાની શક્યતાઓ છે.