લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના ભાજપ સાંસદનું અવસાન થયુ

પુણે લોકસભાના ભાજપના સાંસદ ગિરીશ બાપટનું સવારે પુણેમાં અવસાન થયું છે.તેઓની ઉંમર 72 વર્ષની હતી.તેમના પરિવારમાં પત્ની,પુત્ર અને પુત્રવધૂ છે.જેમાં ભાજપના પુણે શહેર પ્રમુખ જગદીશ મલિકે ગિરીશ બાપટના નિધન અંગે માહિતી આપી છે.જેમાં તેમણે જણાવ્યુ હતુ કે ભાજપના લોકપ્રિય સાંસદ ગિરીશ બાપટનું આજે નિધન થયું છે.ગિરીશ બાપટ છેલ્લા દોઢ વર્ષથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.આમ તેમના નિધનના પગલે ચંદ્રકાંત પાટીલ,દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ પુણે જવા રવાના થયા છે.આમ ભાજપ નેતા ગિરીશ બાપટની પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.તેમની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.