લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા કોરોનાના 711 નવા કેસ જોવા મળ્યા

સમગ્ર દેશમા કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે.જેમા દિલ્હી ઉપરાંત મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 711 જેટલા નવા કેસો સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે.જેમા જો દિલ્હીની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 521 નવા કેસ સામે આવ્યા છે અને પોઝિટિવિટી રેટ 15.64 ટકા નોંધાયો છે તેમજ 24 કલાકમાં 1 વ્યક્તિનુ મોત થયું છે.આમ દેશમાં હાલમાં કોરોનાના 21,000થી વધુ એક્ટિવ કેસ જોવા મળે છે.બીજીતરફ છેલ્લા 24 કલાકમા કોરોનાથી દેશમા 9 લોકોના મોત થયા છે.