લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા વરસાદથી કેરી,ડુંગળી અને લીંબુના પાકને નુકસાન થયું

દેશમાં ગત ખરીફ સિઝન અને વર્તમાન રવી સિઝન ખેડૂતો માટે સારી રહી નહી.ત્યારે આ વર્ષે માર્ચમા થયેલા કમોસમી વરસાદે ખેડૂતોનુ ગણિત બગાડી દીધુ છે.જેમાં ખેડૂતોને વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.જેમા માર્ચ બાદ પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે.જેના કારણે ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક બરબાદ થઈ ગયો છે.વરસાદના કારણે રાજ્યમાં આવેલા ઘણા મહત્વપૂર્ણ પાકોને નુકસાન થયુ છે.ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી તેના નુકસાનનુ મૂલ્યાંકન કરવામાં આવશે તેના આધારે ખેડૂતોને વળતર આપવાની તૈયારી શરૂ કરવામા આવશે.રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સતત રોકાઈ રોકાઈને વરસાદ થઈ રહ્યો છે.જેમા વરસાદે રાજ્યના લાતુર જિલ્લાને વધુ નુકસાન પહોંચાડ્યુ છે.જેનાથી આ વિસ્તારના ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે તેઓ રાજ્ય સરકાર પાસેથી વળતરની ચૂકવણીની માંગ કરી રહ્યા છે.