લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા ખુલ્લામા સમારોહ યોજવા પર પ્રતિબંધ મુકાયો

નવી મુંબઈમા યોજાયેલા મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડમાં હીટ સ્ટ્રોકને કારણે 14 લોકોનાં મોત તથા સેંકડોને અસર થયાને પગલે ચોમેરથી આકરી ટીકાઓનો વરસાદ વરસતાં એકનાથ શિંદે સરકારે રાજ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા હીટવેવના સંજોગો છે ત્યાં સુધી રાજ્યભરમાં ક્યાંય પણ બપોરે 12 થી 5 સુધી ખુલ્લામાં કોઈપણ કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.આમ આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સમાજ સુધારક અપ્પાસાહેબ ધર્માધિકારીને એવોર્ડ અપાયો હતો.જે એવોર્ડ વિતરણ સમારોહમાં 10 લાખ લોકો ઉમટયા હતા.જેમાંથી સેંકડો લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા.જ્યારે 50 લોકોની હાલત વધુ કથળી હતી અને તેમાંથી 14 લોકોનાં અત્યારસુધીમાં મોત નીપજી ચૂક્યાં છે.