લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા કમોસમી વરસાદ સાથે વીજળી પડતાં 4ના મોત થયા

મહારાષ્ટ્રમાં ગરમીના મોજાની સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા વાતાવરણ ઉપરતળે થઇ ગયું છે.જેમા છેલ્લાં બે દિવસમાં વીજળી પડતાં બે પુરુષ અને બે મહિલા માર્યા ગયા હતા.આ સાથે 26થી વધુ ઢોરનો વીજળીએ ભોગ લીધો હતો.આ સિવાય બીડ જિલ્લાના આષ્ટી તાલુકામાં વીજળી પડવાથી તાઇ સાવંત અને કાજલ માળી નામની બે મહિલાઓ મૃત્યુ પામી હતી.આ સિવાય સદોળા અને પારવાડી ખાતે વીજળી પડતા 5 બળદ માર્યા ગયા હતા.