લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં આગામી સોમવારથી બાલમંદિર થી લઈ તમામ સ્કૂલો ખૂલશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્કૂલ ખોલવાના શિક્ષણ વિભાગના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. ત્યારે સોમવારથી પ્રી-પ્રાઈમરીથી લઈ ધો.12 સુધીના વર્ગો ઓફલાઈન શરૂ થશે.જે બાબતે મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી રાજેશ તોપેએ કહ્યું હતું કે રાજ્યભરમાંથી સ્કૂલોને ખોલવાની માંગ થઈ રહી હતી. આમ વર્તમાનમાં બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હતી,આથી કોવિડ પ્રોટોકોલ સાથે 24 જાન્યુઆરીથી તમામ સ્કૂલો શરૂ કરવા જઈ રહ્યા છીએ.આ પહેલાં ઓમિક્રોનના કેસ વધતાં મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરાઈ હતી.આમ છેલ્લા 24 કલાકમાં 3.17 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 2.23 લાખ લોકો સાજા પણ થયા છે,જ્યારે 484 લોકોનાં મોત થયાં છે.