લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના 51 પોલીસકર્મીઓને પોલીસ પદક જાહેર કરવામાં આવ્યા

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આજે પોલીસ પદકની ઘોષણા કરવામાં આવી હતી.જેમાં મહારાષ્ટ્રના 51 પોલીસકર્મીઓને આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. જેમાથી ચાર પોલીસ અધિકારીઓને ઉત્તમ સેવા માટે ‘રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા પદક’,જ્યારે સાત પોલીસ અધિકારીઓને ‘શૌર્ય પદક’ અને 40 પોલીસકર્મીને પ્રશંસનીય સેવા માટે ‘પોલીસ પદક’ જાહેર કરવામાં આવ્યા છે.આમ દર વર્ષે સમગ્ર દેશમાં ફરજ બજાવતા પોલીસોને તેમના શૌર્ય માટે પોલીસ પદક જાહેર કરવામાં આવે છે.જેમાં આ વર્ષે 939 પોલીસ પદકની જાહેરાત કરવામાં આવી છે.જેમાં 88 પોલીસને રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા પદક,189 પોલીસને પોલીસ શૌર્ય પદક જ્યારે 662 પોલીસને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદક અને બે રાષ્ટ્રપતિ શૌર્ય પદકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રને 51 પદક મળ્યા છે.