લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાછળ ધકેલાઈ

રાજ્યમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની 29 જાન્યુઆરી,30 જાન્યુઆરી, 5 અને 12મી ફેબુ્આરીના રોજ થનારી પરીક્ષા પાછળ ધકેલવામાં આવી છે.જે જૂથ બ સ્તરના પદ માટેની પરીક્ષાઓ હતી. મુખ્ય પરીક્ષા પહેલાં થયેલ પૂર્વ પરીક્ષામાં કમિશન દ્વારા ઉત્તરવહી તપાસવામાં ભૂલ થયાનો દાવો કરી 86 વિદ્યાર્થીઓએ મુંબઈ હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી હતી.જેમાં કમિશનની ભૂલને કારણે એકાદ-બે માર્કથી વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપતાં રહી ગયાં હોય તેવો દાવો કરાયો હતો.ત્યારે હાઈકોર્ટે આ વિદ્યાર્થીઓને તત્પુરતા સ્વરૂપે પરીક્ષા આપવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો હતો.જેના અનુસાર અચાનક મુખ્ય પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતાં મર્યાદિત પ્રમાણમાં રહેલ પ્રશ્નપત્રો અને ઉત્તરવહીને કારણે પરીક્ષા લેવી અત્યારે શક્ય નથી તેવું જણાવી મહારાષ્ટ્ર લોકસેવા આયોગ દ્વારા આ પરીક્ષા પાછળ ધકેલવાનો નિર્ણય લેવાયો છે.