અરૂણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે.જેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા.અરૂણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક તેમજ રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું હતું.જેઓએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.તેમાંથી મારા દાદા મહાત્મા ગાંધીના ગુસ્સાની ભેટ: અને અન્ય પાઠ મુખ્ય છે.અરૂણ ગાંધી ઇસ.1987માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા.જ્યાં તેમણે તેમના જીવનના ઘણા વર્ષો મેમ્ફિસ,ટેનેસીમાં વિતાવ્યા હતા.જ્યાં તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની પણ સ્થાપના કરી હતી.ત્યારે તેઓનું વર્તમાનમાં 89 વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે.જે અંગેની માહિતી તેમના પુત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરીને આપી હતી.જેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.આમ તુષાર ગાંધીએ જણાવ્યુ હતુ કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved