લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / લોકડાઉન- મહેસાણામાં શનિ અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે

મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે મહેસાણા શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.જેને લઇને ટાઉન હોલ ખાતે વેપારીઓ અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી.જેમાં મહેસાણા શહેરમાં આગામી 30 એપ્રિલ સુધી તમામ શનિવાર અને રવિવારના દિવસ બજારો બંધ,જ્યારે સાંજે 6 વાગ્યા પછી સંપૂર્ણ બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.આ સિવાય મહેસાણા શહેરમાં રવિવારના દિવસે ભરાતું ગુજરી બજાર પણ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.આમ આ નિર્ણય આગામી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે.