મહેસાણા સિવિલમાં ઓએનજીસીના સહયોગથી રૂ.1.73 કરોડના ખર્ચે નિર્માણ થયેલાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતુ. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે નિર્માણ થયેલા આ ઓક્સિજન પ્લાન્ટમાંથી પ્રતિ મિનિટે 1500 લીટર ઓક્સિજન ઉત્પાદિત થશે. મહેસાણા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ઓએનજીસીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર જ્ઞાની,નાયબ ડીડીઓ પ્રજાપતિ,મહામંત્રી જે.એફ.ચૌધરી,શૈલેષ પટેલ,એપીએમસી ચેરમેન ખોડાભાઈ,કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ,શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ,સિવિલ સર્જન ડો.પી.એમ.જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ આ ઓક્સિજન પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાનું હતુ પરંતુ વિજય રૂપાણીના રાજીનામાથી ઉદભવેલી રાજકીય પરિસ્થિતિના કારણે નવા મુખ્યમંત્રીની વરણી થવાની હોવાથી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહી શક્યા નહોતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved