લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં 2 ફૂટનો વધારો થયો

મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ જળાશયમાં નવા નિરની આવક થઈ છે. જેમાં ડેમમાં છેલ્લા બે દિવસમાં 2 ફૂટની જળસપાટીમાં વધારો થયો છે. વર્તમાન સમયમાં ડેમની જળસપાટી 600 ફૂટને પાર કરી ચુકી છે. ત્યારે ડેમ હજુ 64 ટકા ખાલી છે. આમ ખેડૂતો માટે જીવાદોરી સમાન મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ જળાશય યોજના ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ,સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓ અને નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત સારે છે. ધરોઈ ડેમમાં ગત વર્ષે પાણીની સારી આવક થતા ડેમ મહત્તમ જળસપાટી સુધી ભરાયો હતો.