લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / મહેસાણા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ફન એન્ડ લર્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો

મહેસાણા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત ફન એન્ડ લર્ન અસીટીવીટી વર્કશોપ હેડુવા રાજગર આંગણવાડી કેન્દ્રમાં યોજવામા આવ્યો હતો.જેમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.જેમાં તમામ ઘટકના વિકાસ યોજના અધિકારી,બ્લોક ઇનસ્ટ્રક્ચર, આંગણવાડી કાર્યકર,તેડાઘર બહેનો તેમજ નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્કશોપમાં ગમ્મત સાથે જ્ઞાન થતા વેસ્ટમાંથી બેસ્ટ જેવી વસ્તુઓ બનાવી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર આપવામાં આવ્યું હતુ તેમજ તમામ તાલુકામાં પ્રવૃતિઓ થાય તેવી સૂચનાઓ આપવામાં આવી હતી.