મહેસાણા જિલ્લામાં 104 ગ્રામપંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સાંજે 5 કલાક સુધીમાં જિલ્લામાં 72.33% મતદાન થયું હતું. જેમાં સરપંચ બનવા ચૂંટણી લડતા 315 ઉમેદવાર અને 362 વોર્ડમાં સભ્ય પદ માટે મેદાનમાં રહેલા 844 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીઓમાં સીલ છે. જે આવતીકાલે તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહેસાણા જિલ્લામા આવતીકાલે ગ્રામપંચાયતમાં થયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં મહેસાણા તાલુકામાં જિલ્લા સહકારી સંઘ સુખાપુરા ખાતે મતગણતરી હાથ ધરાશે. જ્યારે ઊંઝામાં બંસીધર વિદ્યાલય વાડીપરા ચોક,જોટાણામાં સ્થાનિક કોલેજ એન.પી.પટેલ પોલીટેક્નિકમાં મતગણતરી હાથ ધરાશે,બહુચરાજીમાં ગવર્મેન્ટ આર્ટસ કોલેજ,વિજાપુરમાં વી.આર.ઝવેરી હાઇસ્કુલ,કડીમાં દેત્રોજ રોડ પર આવેલ આદર્શ હાઇસ્કુલ,વિસનગરમાં નૂતન સર્વ વિદ્યાલય,સતલાસણામાં પ્રજાપતિ આર્ટસ કોલેજ,વડનગરમાં મામલતદાર મિટિંગ હોલ ખાતે અને ખેરાલુમાં મામલતદાર કચેરી મિટિંગ હોલ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved