લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મહેસાણા-પાટણ વચ્ચેના રૂટ પરનું ઈલેક્ટ્રિફિકેશનનું કાર્ય પૂર્ણ કરાયું

રેલવેના તમામ રૂટને 100 ટકા ઈલેક્ટ્રિફિકેશન કરવાના અભિયાનના ભાગરૂપે અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાટણ સેક્શનના 42 કિમીના રૂટ પર રેલવે દ્વારા ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી રૂ.49 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.જે રૂટ પર વેસ્ટર્ન રેલવેના કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા ઈન્પેક્શન કામ પૂર્ણ કરી દેવાતા આ 42 કિલોમીટરનો રૂટ ઈલેક્ટ્રિક ટ્રેનોના સંચાલન માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.જેથી અમદાવાદ થી પાટણ સુધી ઈલેક્ટ્રિક ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવશે.જેના પગલે ડીઝલ એન્જિનનો વપરાશ બંધ થતા રેલવેને વાર્ષિક રૂ.100 કરોડની બચત થવાની શક્યતા છે.જેમાં મહેસાણા થી પાટણ સુધીના રૂટનું ઈલેક્ટ્રિફિકેશન કર્યા બાદ 110 કિમીની ઝડપે ટ્રેન દોડાવી તેનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ 20મીએ સીઆરએસ ઈન્સપેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં પાટણ-ભીલડી સેક્શનમાં ઝડપી ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.