લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / મહેસાણામાં આવેલા સિંધિયા ગાર્ડનનુ કામ પૂર્ણતાના આરે આવ્યુ

મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં સિવિક સેન્ટર નજીક રૂ.51 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે તૈયાર થઇ રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા ગાર્ડન પૂર્ણતાના આરે આવ્યુ છે.ત્યારે લોકો આગામી દોઢ-બે મહિનામાં આ બગીચાનો ઉપયોગ કરી શકશે.જ્યાં નગરપાલિકા દ્વારા આ 9મા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ બગીચામાં સીસીટીવી કેમેરા,બાળકો માટે રમતગમતનાં સાધનો,વોકિંગ માટે વોક-વે,યોગા સેન્ટર,ઔષધિય વન,મ્યુઝિક સિસ્ટમ,પીવાના પાણીનો આર.ઓ પ્લાન્ટ,ટોયલેટ બ્લોક સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.ત્યારે વર્તમાનમા લોન પાથરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે એકાદ મહિનામાં તમામ કામ પૂર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાશે.