લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / મહેસાણાના સુલીપુરના આર્મી જવાનની અંતિમયાત્રા યોજાઈ

મહેસાણા જિલ્લાના સુલીપુરાના આર્મી જવાનનું ફરજ દરમિયાન મોત થયુ હતું.ત્યારે આજે તેમના પાર્થિવદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં તેમની અંતિમયાત્રા વડનગર થી લઈ સુલીપુર સુધી યોજાઈ હતી.જેમાં હજોરની સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા.જેમાં લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને અંતિમયાત્રામાં ઉપસ્થિત દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.આમ મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સુલીપુર ગામના રાયસંગજી ઠાકોર ભારતીય આર્મીમાં સિક્કિમમાં ફરજ બજાવતા હતા.જેમાં થોડા દિવસ પહેલા જ સિક્કિમની તીસ્તા નદીમાં આર્મીનો ટ્રક ખાબક્યો હતો.જે ટ્રકમાં રાયસંગજી પણ હતા જે લાપત્તા થઈ ગયા હતા જેથી આર્મી દ્વારા તે અંગે શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ચાર દિવસ બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો.આમ રાયસંગજી ઠાકોર પોતાના ઘરે છેલ્લે ગત 24મી ડિસેમ્બરે આવ્યા હતા અને પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તે આગામી 10 એપ્રિલે ફરી પાછા ઘરે આવવાના હતા પણ વિધિને કંઈક અલગ જ મંજુર હોય તેમ 10 એપ્રિલ પહેલા જ તેમનું મૃત્યુ થતા તેમનો પાર્થિવદેહ ઘરે આવ્યો હતો.રાયસંગજીનો પાર્થિવદેહ આજે પોતાના વતનમાં આવતા જ પરિવારજનો ચોધાર આંસુએ રડ્યા હતા.રાયસંગજી ઠાકોરના પત્ની અસ્મિતાબહેને પતિ રાયસંગજીને અંતિમ સલામી આપી હતી.આ ઉપરાંત રાયસંગજીના અન્ય પરિવારજનો દ્વારા પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી.