લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / મહેસાણા તાલુકા પોલીસે સાર્વજનિક સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

મહેસાણામાં જે.એમ ચૌધરી સાર્વજનિક સ્કૂલ ખાતે તાલુકા પોલીસના પી.આઈ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવી પહોંચ્યા હતા અને રક્તદાન કર્યું હતું.જેમાં બપોર સુધીમાં 60થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.આ કાર્યક્રમનું આયોજન કિડનીના દર્દીઓના સેવાર્થે કરવામાં આવ્યું હતું.જેમા રક્તદાતાઓને મહેસાણા તાલુકા પી.આઈ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કર્યા બાદ દરેક રક્તદાતાને પોતાની સેફટી માટે હેલમેટ પ્રોત્સાહન પેટે આપવામાં આવ્યાં હતા.