લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મલેશિયાએ લીઝ પર આપેલુ વિમાન જપ્ત કર્યું

મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી પાકિસ્તાને નહીં કરી હોવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનુ બોઈંગ 777 પ્રકારનુ વિમાન જપ્ત કરી લીધુ છે.જેમા પાકિસ્તાને આ વિમાન લીઝ પર લીધુ હતુ અને તેના પેટે 4 મિલિયન ડોલર ચુકવવાના હતા પરંતુ પાકિસ્તાન તે ચુકવી ન શકતા મલેશિયાએ વિમાન જપ્ત કરી લીધુ છે.આ વિમાનને કુઆલાલમ્પુર એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યુ છે.આ પહેલા સ્થાનિક કોર્ટમાંથી મલેશિયાની સરકારે જરૂરી આદેશ પણ મેળવ્યો હતો.આ પહેલા 2021માં તેને મલેશિયાએ જપ્ત કર્યુ હતુ પણ પાકિસ્તાને રકમ ચુકવવાનુ આશ્વાસન આપતા મલેશિયાએ વિમાનને જવા દીધુ હતુ.તે વખતે વિમાનમાં 173 યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સ પણ હતા એ પછી વિમાનને પાકિસ્તાન પાછુ લાવવામાં આવ્યુ છે.